લાયન્સ ક્લબ મોરબી પરિવાર દ્વારા આયુર્વેદ કથાનું ભવ્ય આયોજન સંપન્ન થયુ




લાયન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા તળાજા સ્થિત અષ્ટાંગ આયુર્વેદ ધામ નાં જાણીતા આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયાનાં અધ્યક્ષ સ્થાને ત્રિવેણી સંગમ રૂપ ત્રિવિધ આયુર્વેદ કથા, રાષ્ટ્ર કથા ગૌ કથાનું પ્રેરક આયોજન કરાયેલ. કથાનાં શુભારંભ સમયે દીપ પ્રાગટ્ય બાદ શાસ્ત્રોક્ત મંત્રોચાર અને ભગવાન ધનવંતરીનાં જયઘોષ સાથે કથાનો શુભારંભ કરાયો હતો
સંસ્કૃતનાં જાણીતા શ્લોક સાથે ભગવાન ધનવંતરી ને સ્તુતિ વંદના સાથે અષ્ટાંગ આયુર્વેદ કથાનાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા શુભારંભ કરતા સૌ પ્રથમ વાત, પી અને કફ ને વિવિધ રોગનાં જનક ગણાવી તે અંગે આહાર, વિહાર, નિયમ સાથે શુધ્ધ સાત્વિક નિરામય જીવન માટે ભારતીય સંસ્કૃતિનાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને તેના માહત્મ્ય અંગે જાણીતા વૈદ રાજ હોય કે રાવણ નાં વૈદ સુશન થી લઇ પ્રાચીન અર્વાચીન ઋષિ મુનિઓ દ્વારા આયુર્વેદ ચિકિત્સા નાં મહત્વ અંગે જાણકારી વચે આજે પશ્ચિમ નાં દેશો દ્વારા આયુર્વેદ નાં મહત્વ સમજી આયુર્વેદ તરફ પાછા વળી રહ્યા છે.ત્યારે આ અંગે જરૂરી જનજાગૃતિ અભિયાન નાં ભાગ રૂપે મોરબી ખાતે તળાજા ભાવનગર નાં જાણીતા આયુર્વેદાચાર્ય ડો મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ડાયાબિટીસ, કેન્સર, હાય પર ટેન્શન, સ્ટ્રોક, બ્રેન સ્ટ્રોમ, એટેકથી લઇ વિવિધ રોગ સામે આયુર્વેદ માં ઉપાય અંગે માહિતી આપી હતી
તેમજ આયોજક લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા કથા સ્થળે નિશુલ્ક સ્ટોલમાં આયુર્વેદિક ચીજ વસ્તુઓ થી લઇ સ્વદેશી મેક ઈન ઈન્ડિયા બ્રાન્ડ ને અપનાવવા અનુરોધ કરાયેલ. તો સ્ટોલ ધારકો દ્વારા પણ ગ્રાહકો નાં ખૂબ સારા પ્રતિસાદ મળેલ હોવાનુ જણાવેલ..
લાયન્સ ક્લબ મોરબી પરિવાર આંયોજી આયુર્વેદ કથા ને સફળ બનાવવા લાયન્સ ઇન્ટરનેશનલ, ડિષ્ટ્રીકટ 3232જે.(સૌરાષ્ટ્ર કચ્છ) નાં પ્રથમ વાઈસ ગવર્નર ઇલે.રમેશ રૂપાલા તેમજ લાયન્સ મોરબી સિટીનાં પ્રમુખ લા. જગદીશભાઈ કાવર, સેક્રેટરી, લા.કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા.ટી. સી.ફૂલતરિયા, પૂર્વ પ્રમુખ લા. ભીખાભાઈ લોરીયા, લા.અમૃતલાલ સુરાણી, લા.મહાદેવભાઇ ચીખલીયા લા. મહાદેવભાઈ ઊંટવાડિયા, લા. અમરશીભાઈ અમૃતિયા, લા.દીપકભાઈ જીવાણી, લા.જયેશ સંઘાણી, લા.ચંદુભાઈ કુંડારિયા, વાઘજીભાઇ કાશુન્દ્રા તેમજ લાયન્સ ક્લબ મોરબી મેનમાંથી લાયન ડાયાભાઈ પટેલ લાયન્સ ક્લબ મોરબી નજરબાગમાંથી પૂર્વ પ્રમુખ લા.કુતુબ ગોરેયા, લા.તુષારભાઈ દફતરી, લા. મનીષભાઈ આદ્રોજા, તેમજ લાયન્સ નજરબાગ પ્લસમાંથી પૂર્વ પ્રમુખ લા.જનકભાઈ હીરાની લા. હિતેશભાઈ ભાવસાર, પર્યાવરણ પ્રેમી પ્રાણજીવનભાઈ કાલરીયા, મધુશુદનભાઈ પાઠક વગેરે લોકોએ આયુર્વેદ કથાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી



