Billboard ad 1150*250

એક્સલ સ્પોર્ટ્સ એકેડમીના કોચ વિશાલ ભીમાણી આઈસીસી લેવલ ૧ ક્રિકેટ કોચિંગ કોર્સમાં ઉતીર્ણ

0 117
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી એક્સલ સ્પોર્ટ્સ એકેડેમીના કોચ તરીકે કાર્યરત વિશાલ ભીમાણી હાલ દુબઈમાં લેવલ ૧ કોચિંગ કોર્સ માટે પહોંચ્યા હોય અને લેવલ ૧ પાસ કરીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

        વિશાલ ભીમાણી એક્સલ સ્પોર્ટ્સ એકેડમીમાં છેલ્લા ચાર વર્ષથી ક્રિકેટ કોચ તરીકે કાર્યરત છે નિશાંત જાની લેવલ ૨ ક્રિકેટ કોચ હોય જેનું વિઝન છે કે એકેડમીના બધા ક્રિકેટ કોચ સર્ટિફાઈડ જોવા જોઈએ જેથી ખેલાડીઓને ઉત્તમ કોચિંગ આપી સકે અને મેનેજમેન્ટમાં પણ તેઓ સારું યોગદાન આપી સકે જે વિઝનને સાકાર કરવા માટે વિશાલ ભીમાણીને આઈસીસી લેવલ ૧ માટે મોકલ્યા હતા અને વિશાલ ભીમાણીએ કોર્સ પાસ કરીને સંસ્થા તેમજ મોરબીને ગૌરવ અપાવ્યું છે અને મોરબી ડીસ્ટ્રીકટ એસોના પ્રમુખ કાન્તીભાઈ અમૃતિયાએ તેમને શુભકામનાઓ પાઠવી છે. 

        ઝળહળતી સફળતા વિષે વિશાલ ભીમાણીએ જણાવ્યું હતું કે મોરબી માટે ક્રિકેટને લઈને નિશાંત જાનીનું જે વિઝન છે તેને પગલે ૨૦૧૩ ની સાલથી તેઓ હાર્ડવર્ક કરી રહ્યા છે અને તેઓ ખેલાડીઓ પાછળ પુરતી મહેનત કરીને તેઓ આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન અને કોચિંગ આપી રહ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat