


સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વાઈનફ્લુનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રોગચાળાએ ગુજરાતને ભરડામાં લીધો છે ત્યારે ગંભીર રોગ વિષે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ સંસ્થાઓ અને સરકાર કાર્યરત છે.મોરબીના નવયુગ સંકુલની બીએસસીની વિદ્યાર્થીનીઓ હાલ સ્વાઈન ફ્લુનો કહેર ચાલી રહ્યો છે તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન ચલાવે છે. હાલના દિવસોમાં લોકપ્રિય બનેલી સોનુંની પેરોડી પરથી સ્વાઈન ફ્લુ અંગે ગીત તૈયાર કરીને યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું છે જેમાં સોનુના સ્થાને પબ્લિકને સંબોધીને પબ્લિક તને સરકાર પર ભરોસો નહિ કે એવી પેરોડી બનાવી છે જે પેરોદીમાં સ્વાઈન ફ્લુની દવા વિષે માહિતી આપવામાં આવી છે તો આવા રોગચાળા સામે કેવી તકેદારી રાખવી તે ઉપરાંત માસ્ક બાંધવા, ઉકાળો પીવા અને હાથ ધોવા સહિતની જાગૃતતા હળવી રમુજ અંદાજમાં દાખવવામાં આવી છે. યુ ટ્યુબ પર વિડીયો અપલોડ કરીને વિદ્યાર્થીનીઓએ જાગૃતિ અભિયાન ચલાવ્યું છે.આ સુંદર કાર્યનું માર્ગદર્શન અને પ્રેરણા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ આપી હતી.તેમજ આરતી રોહન રાકજા સહીતના પ્રોફેસરોઓએ વિદ્યાર્થીનીઓ ને તાલીમ આપી હતી.

