

મોરબી વાંકાનેર હાઈવે પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે ત્યારે આજે સવારે મોરબી વાંકાનેર હાઈવે પર સવારના સમયે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી જેમાં કલાકો સુધી થયેલા ટ્રાફિક જામમાં અનેક વાહનો તથા કામ પર જતા મજુરો અટવાયા હતા.કલાકો સુધી ટ્રાફિક જામ થતા નોકરી ધંધા પર જતા વ્યક્તિઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અવારનવાર થતા ટ્રાફિક જામથી રોજ ઉપડાઉન કરતા વ્યક્તિઓને સમયસર પહોચવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.પોલીસ તંત્રને જાણ હોવા છતા અને મોરબી જીલ્લામાં મોટો ટ્રાફિક બ્રિગેડનો સ્ટાફ હોવા છતા પોલીસ તંત્ર આંખ આડા હાથ કરીને બેઠું હોય તેવું લાગે છે.અવારનવાર બનતી ટ્રાફિકની સમસ્યામાં પ્રજાને ભારે પરેશાની થતી હોવાથી પોલીસ તંત્રને કઈ જ ફેર પડતો નથી તેમજ સજાગ હોવાના ખાલી ખોટા ઢોંગ કરે છે અને પ્રજાને પીલાવાનો વારો આવ્યો છે.