લજાઈ ગામના ખેડુતપુત્ર અતુલભાઈ વામજા પી. અેચ. ડી. થઈ ગામનું ગૌરવ વઘાર્યું



ટંકારા તાલુકા ના લજાઈ ગામના ખેડુત પરીવારના પુત્ર અતુલભાઈ છગનભાઈ વામજા નાનપણથી ખેતીની સાથે સાથે અભ્યાસમા તનતોડ મહેનત કરી ગામની જ કુમાર શાળામા પ્રાથમિક શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણ પણ સરકારી શાળામાં જ મેળવી આવનાર નવી પેઢીને અેક નવો રાહ ચિંધ્યો છે “મન હોય તો માળવે જવાય” તે કહેવતને સાર્થક કરી સરદાર પટેલ યુનિવર્સિટી આણંદમા તેને BSc MSc પદવી મેળવી ડો. કે.આર. સુરતીના માર્ગદર્શન હેઠળ કેમેસ્ટ્રરી સંશોધન કરી “PhD” ની પદવી પ્રાપ્ત કરી છે.તેના સંશોઘન કાળ દરમિયાન અનેક સિધ્ધી મેળવી છે. તેઅો ભાભા એટોમિક રિચર્સ ર્સેન્ટર મુંબઈ ખાતે ISMC 2014 મા બેસ્ટ રીચર્સનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.ઓર્ગેનિક પદાર્થમાથી લાઇટ ઉત્પન્ન કરતી ડીવાઈસ બનાવી (LED લાઇટ પછી ની નવી ટેકનોલોજી OLED ની ઉતપતીકરી ) જેઆે એ વામજા પરીવાર તથા લજાઈ ગામનું ગૌરવ વધાર્યું છે. ડો.અતુલભાઈ વામજા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાના મોટાભાઈ છે .ડો અતુલ વામજાના મો 9099908505 પર તેમના મિત્રો ,પરીવાજનો ,સગા-સ્નેહીજનો દ્વારા શુભેચ્છા પાઠવવાં આવી રહી છે.