મોરબી પાલિકાની વેરા વસુલાત માટે આકર્ષક ઓફર, ૧૦ ટકાની રાહત યોજના

એડવાન્સ ટેક્સ ભરનારને રીબેટ યોજનાનો લાભ

મોરબી નગરપાલિકા કચેરી દ્વારા નાગરિકોને વેરા ભરવાનું પ્રોત્સાહન આપવા માટે રીબેટ યોજના અમલમાં મૂકી છે જેમાં એડવાન્સ ટેક્સ ભરનારને ૧૦ ટકા રીબેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે

મોરબી નગરપાલિકામાં નાગરિકો વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતા હોય છે તો વળી પાલિકા તંત્ર પણ જાન્યુઆરી માસ બાદ વેરા વસુલાત કાર્યવાહીનો આરંભ કરતી હોય છે ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે જેમાં શહેરીજનોને જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાના બાકી વેરાઓ તા. ૩૦-૦૯-૧૮ સુધીમાં ભરી આપવા અને તા. ૩૦-૦૯-૧૮ સુધીમાં વેરા ભરપાઈ કરનાર આસામીઓને ચાલુ વર્ષના હાઉસ ટેક્ષની રકમ પર દશ ટકા વળતર (રીબેટ) આપવામાં આવશે જેથી મોરબીના નાગરિકોએ પાલિકાની આ રીબેટ યોજનાનો લાભ લેવા અને બાકી વેરા ભરપાઈ કરવાની જાણ સાથે અપીલ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat