

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ વસે ગુજરાત એ ઉક્તિ આજે પણ કેટલી યથાર્થ છે તેનું જીવંત ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું છે. આજે પણ અમેરિકાના મુખ્ય શહેરમાં દર ચોથી વ્યક્તિએ એક ભારતીય જોવા મળે છે જેમાં મોટાભાગે ગુજરતી પરિવારો જ વસે છે. અમેરિકામાં મીની ઇન્ડિયા કે મીની ગુજરાત વસે છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહિ કહેવાય કારણકે અમેરિકામાં વસતા ગુજરાતીઓ આજે પણ દિવાળી, ઉતરાયણ અને નવરાત્રી જેવા તહેવારોની ધામધુમથી ઉજવણી કરી રહ્યા છે. વળી ઉત્સવઘેલી ગુજરાતી પ્રજામાં અન્ય તહેવારોની સરખામણીએ નવરાત્રીની મોજ કઈક અલગ જ હોય છે પછી તે નવરાત્રી ગુજરાતના કોઈ શહેરમાં ઉજવાતી હોય કે પછી અમેરિકામાં !
અમેરિકામાં વસતા ભારતીય અને ગુજરાતી લોકો તો પોતાની સંસ્કૃતિને આજે પણ જીવંત રાખી જ છે તો વળી આપણા તહેવારો અમેરિકન નાગરિકોને પણ ખુબ જ આકર્ષે છે. અમેરિકામાં ભારતીય તહેવારોની ઉજવણીમાં ભારતીય લોકો સાથે અમેરિકન પણ હર્ષભેર જોડાય છે. અમેરિકામાં ભારતીય સંસ્કૃતિને ખૂબજ મહત્વ આપવામાં આવે છે, જેનું પ્રમાણ યુ.એસ.ના ઓરેગોન રાજ્યના પોર્ટલેન્ડ શહેરમાં, ટીએચપીઆરડી (THPRD) સ્થળે “ભારતીય સાંસ્કૃતિક ઉત્સવ ઉજવણીના પ્રસંગે”, યુ.એસ. અને ભારતના તમામ નાગરિકોએ ભારતીય સંસ્કૃતિ અને વિચારોની પ્રસ્તુતિ વિવિધ કાર્યક્રમોં ચલાવીને આપી હતી.પોર્ટલેન્ડ ઇન્ડિયન સમુદાયનાં તમામ નાગરિકોએ, ભારતના વિવિધ રાજ્યોના “લોકનૃત્યોં” દ્વારા 1000થી વધુ દર્શકોની હાજરીમાં પ્રસ્તુતિ આપી.આ પ્રસંગે, “ગોપી ગરબા ગ્રુપે” ગુજરાત રાજ્યનું, નવરાત્રીમાં દેવીની આરાધનાનું અને ગુજરાતનું ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્ય “ગરબાના ” મહત્વનો પરિચય આપ્યા પછી, નૃત્યનું પ્રદર્શન કર્યું। સાંજે 7:15 કલાકે (પી.એસ.ટી.), “ગોપી ગરબા ગ્રુપે”, પરંપરાગત ગુજરાતી ડ્રેસ ચણ્યા ચોળીમાં, ખુબજ ઉમંગથી ગુજરાતના રંગીલા ગરબાનું પ્રદર્શન શરૂ કર્યું, પ્રસ્તુતિનાં દરમ્યાન દર્શકોએ ગુજરાતી લોકનૃત્ય પર ખુબ નૃત્ય કરી કાર્યક્રમનો આનંદ લીધો। ગરબાની મનભાવન પ્રસ્તુતિની સમાપ્તિ પછી, ગોપી ગરબા ગ્રુપે દર્શકોને હિટ બોલિવુડ નંબર “ઉડી ઉડી જાયે, દિલ કી પતંગ…”ફિલ્મ” – રઈસના ગીત પર ગરબાનો પ્રશિક્ષણ આપ્યું। અમેરિકામાં “ભારતીય સંસ્કૃતિના પ્રતિ ઉમંગ અને લાગણીના લીધે ઉત્સવ મનાવતા જોઈ, એમ કહી ન શકાય કે આપણે ખરેખર અમારા વતનથી દૂર છીએ.