Billboard ad 1150*250

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રાજકીય-સામાજિક મહેમાનોની ઉપસ્થિતિ

0 346
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીના સુરે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી રહ્યા છે. હાલ નોરતા અંતિમ ચરણમાં હોય ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે. ત્યારે નવરાત્રી મહોત્સવમા મહેમાનોનો જમાવડો જામ્યો હતો.

Post ad 2

મોરબીના રવાપરમાં ધૂનડા રોડ પર ન્યુ એરા સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મ ખાતે ગૌ માતા અને આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી દરરોજ ખેલૈયાઓને મન ભરીને ગરબે ઝુમાવે છે. જેમાં સલમાન અલીએ પણ ભારે જમાવટ કરી હતી.

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં સાત દિવસ દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજ ઓઝા સાહેબ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અધિક જિલ્લા કલેકટર કેતન જોશી, ડે. કલેકટર એસ.જે. ખાચર, આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ભાડેશીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મામલતદાર રૂપાપરા તેમજ સિદસરના જેરામભાઈ વાંસજાળીયા અને તેની ટીમ હાજર રહીને જગત જનની માં ઉમીયાની આરતી કરી હતી અને ખેલૈયાઓની રમઝટ માણી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat