હળવદ : બજરંગ દળના પ્રાંત સંયોજક સહિત બે પર તલવારથી ખૂની હુમલો

25 થી વધુના ટોળાએ કર્યો હુમલો, અડધી રાત્રીનો બનાવ

(અહેવાલ મયુર રાવલ હળવદ) હળવદમાં ગત મધરાત્રીએ બજરંગ દળના પ્રાંત સંયોજક સહિતના બે પર કેટલાક શખસોએ હુમલો કરી દીધો હોય અને તલવારના ઘા ઝીંકી દેતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે

સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળના સંયોજક ભાવેશભાઈ ઠક્કર અને અલ્પેશ પારેજીયા એ બંને પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે હળવદના જંગરીવાસ વિસ્તારમાં મધરાત્રીએ બઘડાટી બોલી હતી તાજીયા વખતે સમાધાન કરાવવામાં રહેલા બજરંગ દળ સંયોજક અને અન્ય એક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે તો મધરાત્રીએ બઘડાટી બોલી જતા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો તો બનાવને પગલે આજે બજારો પણ બંધ રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે

બજરંગ દળના હોદ્દેદાર પર હુમલો થતા લોકોના ટોળા એકત્ર થયા હતા અને હુમલાના બનાવને વખોડી કાઢ્યો હતો તો પોલીસે બનાવ બાદથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે કોઈ અનિચ્છનીય બનાવ ના સર્જાય માટે જિલ્લાભરનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat