જી.પં. ના કારોબારી ચેરમેનના ભાઈ-પુત્ર સહીતના પર હુમલો

ઉછીના લીધેલા રૂપિયા ચૂકવ્યા છતાં મારામારી કરી

મોરબીના રવાપર રોડ પરની અવની ચોકડી નજીકના રહેવાસી કમલેશ ધનજી ચીખલીયા (ઉ.વ.૪૦) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો ભત્રીજો વિશાલે આરોપી પાસેથી અગાઉ ઉછીના ૫ લાખ રૂપિયા લીધા બાદ તે પરત આપી દીધા હોય તે પૈસા બાબતે ગત રાત્રીના સમયે આરોપીઓએ નીલકંઠ સ્કૂલ, રવાપર રોડ મોરબી નજીક આરોપી ઈરફાન બલોચ, ઈસ્માઈલ બલોચ, સિકંદર, રમીજ ચાનીયા અને નિકુંજ (ચકો) તેમજ અન્ય અજાણ્યા ઇસમોએ ફરિયાદી તથા સાહેદ વિશાલ, તેની સાથે રહેલા રજની અને હાર્દિક સહિતનાને માર મારી હાથમાં છરી ધારણ કરીને ફરિયાદી તથા સાહેદોને માર મારી ધમકીઓ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે તમામ આરોપી વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે. મારામારીના બનાવમાં ઘવાયેલા ફરિયાદી યુવાન જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચિખલિયાના ભાઈ તેમજ પુત્ર અને ભત્રીજા આ મારામારીમાં ઘવાયા છે.

Comments
Loading...
WhatsApp chat