Billboard ad 1150*250

વાંકાનેરના સરતાનપર ગામની સીમની જગ્યા વેપારીએ વાપરવા મામલે ૮ શખ્સોનો હુમલો

0 232

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં વેપારી ગામના ખરાબાની જગ્યા સાફ સફાઈ કરી વપરાશ કરતો હોય દમિયાન બે શખ્સોએ આવીને ભાડું માગી બોલાચાલી કરી ૮ શખ્સોએ મંડળી રચી યુવાન સહિતનાઓને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઓફિસમાં તોડફોડ કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ ચિત્રકૂટ-૨મ રહેતા મનીષભાઈ નરશીભાઈ ભોજાણી સરતાનપર રોડ પર પોતાની વેપારની જગ્યા સામે આવેલ સરતાનપર ગામની સીમના ખરાબાની જગ્યા કોઈ ગંદકી ન થાય તે માટે સાફ સફાઈ કરી વપરાશ કરતા હોય જે જગ્યા બાબતે આરોપી ગોરધનભાઈ જેસિંગભાઈ અને જેસિંગભાઈ રહે-બંને સરતાનપર વાળાએ ફરિયાદી મનીષભાઈ પાસે ભાડું માગતા ફરિયાદી મનીષભાઈએ પંચાયત કહેશે તો ભાડું આપીશ તેમ કહેતા બન્ને આરોપીએ ઉશકેરાઈ જઈ બોલચાલી કરી ઝપાઝપી કરી બાદમાં અન્ય પાંચ પુરુષો તથા એક મહિલા એમ બધાને સાથે લઇ આવી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી મનીષભાઈ તથા સાહેદો પર હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટું અર મારી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા જેવા હથિયાર વડે ઈજાઓ પહ્હોચડી તેમજ ફરિયાદી મનીષભાઈની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કાચના દરવાજા તોડી નુકશાન કર્યું હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોધાઇ છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat