Billboard ad 1150*250

સાર્થક વિદ્યામંદિરમાં “પરમાણુ સહેલી” ડૉ. નીલમબેન ગોયલનો પરમાણુ ઉર્જા સેમિનાર યોજાયો

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વિદ્યાર્થીઓને પ્રાયોગિક અને સૈદ્ધાંતિક રીતે શિક્ષણ આપવામાં મોખરે એવી સાર્થક વિદ્યામંદિરમાં ડૉ. નીલમબેન ગોયલનો પરમાણુ ઉર્જા વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. ડૉ. નીલમબેન ગોયલને પરમાણુ સહેલી તરીકેનું બિરુદ પ્રાપ્ત છે.

Post ad 2

શાળામાં ડૉ. નીલમબેન દ્વારા વિદ્યાર્થીઓને પરમાણુ સંબંધિત ખુબ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવેલ. લોકોમાં રહેલ પરમાણુ એક વિસ્ફોટકના ભયને તેઓએ વિવિધ દ્રષ્ટાંતો, પ્રસંગો અને વીડિયો દ્વારા દૂર કરી અને વાસ્તવિકતાથી પરિચિત કરાવ્યા. પરમાણુંના ઉપયોગ થી કેવી રીતે વીજ ઉત્પાદન કરી શકાય તેમજ પાણીની અછતને દૂર કરી શકાય ઉપરાંત આર્થિક બચત પણ કરી સકાય તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભવિષ્યમાં પરમાણુ ઉર્જાથી થનારા ફાયદા અંગે પણ તેઓએ પ્રકાશ પડ્યો. આમ, પરમાણુંના ઉપયોગથી ભવિષ્યના ભારતને વધુ ને વધુ સમૃદ્ધ બનાવી શકાય છે વગેરે જેવા ઉદાહરણો પુરા પાડવામાં આવ્યા.

કાર્યક્રમના અંતે સાર્થક વિદ્યામંદિરના મુખ્ય સંચાલક કિશોર ગુરુજીએ ડૉ. નિલીમબેનનો આભાર માન્યો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાર્થક વિદ્યામંદિરના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat