Billboard ad 1150*250 Billboard ad 1150*250

એટીએમ ફ્રોડ : મોરબીના ટ્રાફિક પોલીસના ખાતામાંથી ૬ લાખની રકમ છુંમંતર

ભેજાબાજોની ઝાલસાજીથી પોલીસના ખાતા પણ ના રહ્યા સુરક્ષિત

મોરબી શહેરમાં એટીએમ ફ્રોડના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં અગાઉ અનેક લોકો સાથે એટીએમ ફ્રોડ થયાની એ ડીવીઝન પોલીસ હજુ તપાસ ચલાવી રહી છે તો ત્યારબાદ ખેડૂતોના ખાતામાંથી રૂપિયા ગાયબ થયા હતા તો હવે ભેજાબાજોએ પોલીસને પણ છોડી નથી અને ટ્રાફિક પોલીસના કર્મચારીના ખાતામાંથી અધધ છ લાખની રકમ ગાયબ કરી દીધી છે.

મોરબી શહેરના વિવિધ એટીએમમાં નકલી ચીપ કે પછી અન્ય ટેકનીક દ્વારા એટીએમ ફ્રોડ કરવામાં આવી રહ્યા છે અગાઉ ગ્રાહકોને બેંક કર્મચારી હોવાની ઓળખ આપીને એટીએમ પીન મેળવી છેતરપીંડી કરવામાં આવતી હતી જોકે હવે ભેજાબાજો એક કદમ આગળ વધીને ટેકનોલોજીનો દુરુપયોગ કરીને એટીએમમાંથી રકમ ઉઠાવી રહયા છે જેના માટે તેણે એટીએમ કાર્ડ કે પીન નંબરની જરૂર રહેતી નથી

વળી આ એટીએમ ફ્રોડ કરનાર ભેજાબાજો મોરબીથી રકમ ઉપાડતા નથી જેથી પોલીસ પકડથી પણ દુર રહે છે અને અન્ય શહેરોમાંથી અને અન્ય રાજ્યમાંથી રકમ ઉપડે છે જેથી પોલીસ પણ લાચાર છે તો બેંકો પણ આ સમગ્ર પ્રકરણમાં ગંભીરતા દાખવતી નથી જેથી ફ્રોડના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં ખેડૂતોથી લઈને વેપારીઓ સુધીના લોકો ભોગ બન્યા બાદ હવે ભેજાબાજોએ પોલીસને પણ છોડ્યા નથી મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હરેશભાઈના બેંક ખાતામાંથી ૬ લાખની રકમ છું કરી દેવામાં આવી હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

આ મામલે ભોગ બનનાર ટ્રાફિક પોલીસ કર્મચારીએ એ ડીવીઝનમાં અરજી કરતા પોલીસે તપાસ ચલાવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે જોકે પોલીસના ખાતાઓ પણ સલામત રહ્યા નથી અને આ કિસ્સા બાદ હવે સામાન્ય લોકોનો ભય બમણો થઇ જશે તે નક્કી છે તો આ ટોળકીને ઝડપથી દબોચી લેવાની માંગ લોકો કરી રહ્યા છે અન્યથા એટીએમ ફ્રોડના કિસ્સાઓ વધતા જ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

Comments
Loading...
WhatsApp chat