શ્રી જબલપુર પ્રાથમિક શાળાના રમતવીરોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મેદાન માર્યું



મોરબી જિલ્લામાં સાદુરકા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શ્રી જબલપુર પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ત્રણ ઇવેન્ટમાં નંબર મેળવી શાળા અને જબલપુર ગામનું નામ રોશન કરેલ છે.
ચક્રફેંકમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક
ફુલતરિયા આદિત્ય કાંતિલાલ
600 મી.દોડ જિલ્લામાં પ્રથમ ક્રમાંક
વહુનીયા વિપુલ મધુભાઈ
400 મી.દોડમાં જિલ્લામાં દ્વિતિય ક્રમાંક
ભાબોર શાંતિ હેમરાજભાઈ તમામ બાળકોએ મેળવેલ ભવ્ય સફળતા પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ જબલપુર હાર્દિક શુભકામના પાઠવે છે