માળિયા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી, કોંગ્રેસની સત્તા યથાવત


માળિયા નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચુંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી હોવાથી કોંગ્રેસના બંને હોદેદારોની વરણી કરવામાં આવી હતી
માળિયા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે જેનાબેન હારૂનભાઈ સંઘવાણી અને ઉપપ્રમુખ તરીકે જામ રહીમભાઈ રાજાભાઈ ચૂંટાઈ આવ્યા હતા અગાઉ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવામાં આવી હતી જોકે અવિશ્વાસ દરખાસ્તનું સુરસુરિયું થયું હતું તો આજે હોદેદારોની વરણી સમયે ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના હોદેદારોની વરણી થતા સૌ કોઈએ ઉજવણી કરી હતી