



મોરબીની સિરામિક ફેક્ટરીમાં કામ કરતો યુવાન દીવાલ પર ચડીને પાણી પાતો હોય ત્યારે પગ લપસતા તે નીચે પટકાતા તેનું કરુણ મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિસીપરા વિસ્તારનો રહેવાસી ઇમરાન ઉસ્માનભાઈ ચૌધરી (ઉ.વ.૩૦) નામનો યુવાન ગત તા ૧૫ ના રોજ રોલજા વિટ્રીફાઈડ સિરામિક કારખાનામાં કામ કરતો હતો ત્યારે દીવાલ પર ચડી પાણી છાંટતી વેળાએ પગ લપસતા તેણે ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.

