


મોરબી નજીક આવેલી ફેકટરીમાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં લોડીંગ કરતી વેળાએ મજુર યુવાન ટ્રકમાંથી પડી જતા તેનું અકસ્માતે મોત થયું હતું
મોરબીના વાંકળા ગામે આવેલી રેડિયન પોલીપેકમાં રહીને મજુરી કરતો અસુલ કિશનલાલ (ઉ.વ.૨૦) નામનો યુવાન ગત રાત્રીના સમયે માલ લોડ કારતી વેળાએ ટ્રકમાં ઉપરથી પડી જતા તેણે ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પૂર્વે તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન મૂળ યુપીના કાનપુરનો રહેવાસી અને હાલ કારખાનામાં રહીને મજુરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

