


મોરબી નજીક આવેલી એક હોટલમાં વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોય જ્યાં પોલીસે દરોડો કરીને વિદેશી દારૂનો જથ્થો, કાર સહીત ૫.૨૫ લાખના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે
મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ આર.કે. ઝાલા, પીએસઆઈ એ.બી. જાડેજા, પી.એમ. પરમાર, જે.કે. ઝાલા, કૃપાલસિંહ ચાવડા, અંબાપ્રતાપસિંહ જાડેજા, ભરતભાઈ હુંબલ, યશવંતસિંહ ઝાલા, વનરાજભાઈ ચાવડા સહિતની ટીમ પેટ્રોલીગમાં હોય જે દરમિયાન હાઈવે પરની વસુંધરા હોટલમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ ચાલુ હોય જે બાતમીને આધારે સ્થળ પર દરોડો કરતા પોલીસે વિવિધ બ્રાંડની વિદેશી દારૂની ૭૪ બોટલ કીમત ૨૫,૯૫૦ અને વોક્સવેગન કાર કીમત ૫ લાખ મળી કુલ ૫,૨૫,૯૫૦ મુદામાલ જપ્ત કરી
આરોપી જેન્તી પુનાભાઈ પટેલ હાલ વસુંધરા હોટલ મોરબી મૂળ રાજકોટ અને દીપક ઉર્ફે કાંચા ઉદયસિંહ ઠકુરી રહે. હાલ વસુંધરા હોટલ મૂળ નેપાળ વાળાને દબોચી લેવાયા છે જયારે અન્ય આરોપી ભરત અભાભાઈ બોરીચા રહે. રાજકોટ અને રાજારામ જીતુરામ બિશ્નોઈ રહે. મોરબી વાળાના નામ ખુલતા તેણે ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

