હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં તપોવન વિદ્યાલયના નિમાવત મિતે જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું


મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભની તાજેતરમાં ઉજવણી સંપન્ન કરવામાં આવી છે જેમાં હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં તપોવન વિદ્યાલયના નિમાવત મિત જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તપોવન વિદ્યાલયમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા નિમાવત મિત વિજયભાઈએ કલા મહાકુંભ 2018 માં હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર અને સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જે સિદ્ધિ બદલ શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરીયા તેમજ આચાર્ય નરેશભાઈ સાણજાએ અભિનંદન પાઠવ્યા છે