મોરબીના શંકર આશ્રમ ખાતે સેવાભાવીઓએ ચબુતરો બનાવી આપ્યો

 

મોરબી શહેરના સેવાભાવીઓ દ્વારા ચબુતરો બનાવી આપવામાં આવ્યો હતો શહેરના પુલ નજીક આવેલ શંકર આશ્રમ ખાતે પક્ષીઓની સંખ્યા વધુ હોય અહી ચબુતરો બનાવી જીવદયાપ્રેમનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે

મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમ ખાતે શ્રી રામ ચબુતરા ઘરના પ્રમુખ વાઘજીભાઈ ચકુભાઈ દ્વારા ચબુતરો બનાવી આપવામાં આવ્યો છે જે શુભ પ્રસંગે વાઘજીભાઈ, ડો. અનિલભાઈ મહેતા, કે કે પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત ખાતમુર્હત કરવામાં આવ્યું હતું

 

Comments
Loading...
WhatsApp chat