Billboard ad 1150*250

મોરબીના બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર કંડકટર દારૂ સાથે ઝડપાયા

0 792
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી પંથકમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસ ટીમે બાતમીને આધારે એસટી ડેપોમાંથી દારૂ સાથે ડ્રાઈવર અને કંડકટરને ઝડપ્યા છે જયારે અન્ય રેડમાં દારૂ સાથે એકને ઝડપી લીધો છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વર્કશોપ પાસે એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી અને એસટી ડ્રાઈવર નાથાભાઈ ગૌતમભાઈ ડામોર રહે તલાદરા સંતરામપુર જી મહીસાગર અને કંડકટર અરવિંદ હીરજી આદિવાસી રહે જાલોદ જી. દાહોદ વાળાને ઝડપી લઈને તેની પાસેથી વીસ નંગ ચપલા કીમત ૨૦૦૦ અને છ બીયર ટીન કીમત રૂ ૬૦૦ મળીને ૨૬૦૦ નો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે અન્ય દરોડામાં ખાત્કીવાસ વિસ્તારમાં દરબાર શેરીમાં રહેતા નરપતસિંહ ઉર્ફે ભરતસિંહ અમરસિંહ ઝાલાના ઘરે પોલીસે દરોડો કરીને ૪૩ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૨૧,૫૦૦ ના મુદામાલ સાથે આરોપીની અટકાયત કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat