


મોરબી જીલ્લામાં મેધરાજા રીઝયા હતા અને સમગ્ર પંથકમાં ખેડૂતપુત્રો માં પણ ચિતા જોવાઈ રહી હતી ત્યારે આજે મેધરાજાએ લોકોની અરજી સાંભળીને સવારથી જ ધીમીધારે તો હળવદમાં ધોધમાર એન્ટ્રી મારી છે.
મોરબી જીલ્લામાં મેધરાજાએ આજ સવારથી ધમાકેદાર એન્ટ્રી મારી છે ત્યારે ટંકારા-મીતાણા-હળવદમાં ધોધમાર પધરામણી કરી છે તો મોરબી-વાંકાનેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.મેધરાજાની પધરામણી થતા જ મોરબીવાસીઓમાં ખુશી જોવા મળી છે અને જગતનો તાતમાં પણ ખુશી ફેલાઈ છે.