

હળવદ યાર્ડમાં ખેડૂત સાથે છેતરપિંડી નો કિસ્સો સામે આવ્યો છે A.P.M.C હળવદ યાર્ડ માં હરાજી થયા બાદ ખેડૂતના માલનો વજન કરવામાં આવે છે ત્યારે ખાલી 700 થી 800 ગ્રામના બારદાન નો વજન થતો હોય છે ત્યારે ખેડૂત પાસેથી ખાલી બારદાન નો વજન 1 કિલો કાપવામાં આવે છે અને 200થી 300 ગ્રામ એક બારદાન માંથી અને 100 ગ્રામ તોલ માંથી વધારે લેવામાં આવે એટલે એક બારદાન માંથી 400 ગ્રામ વધારે લેવામાં આવતું હોવાથી બધા બારદાન માંથી એક જ દિવસમાં હજારોની ખેડૂત પાસેથી છેતરપિંડી કરતા હોવાનું જણાયું છે A.P.M.C હળવદ યાર્ડમાં વેપારીઓ છેતરપિંડી કરતા ઝડપાયા પછી ખેડૂતમાં ભય નું મોજું ફરી વાળીયું હતું.