કલા મહાકુમ્ભ 2018 માં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું




ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ 2018 ની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તાજેતરમાં સંપન્ન થઇ છે અને ત્રણ દિવસીય મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.
ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં નવયુગ સંકુલના બારસરા ઓમ વાદન વિભાગ હાર્મોનિયમમાં જિલ્લા પ્રથમ જયારે પટેલ પ્રિન્સ એક પાત્રીય અભિનયમાં જિલ્લા પ્રથમ તરીકે વિજેતા બનતા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.



