કલા મહાકુંભ 2018 મોરબીમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની સિદ્ધિ



શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ મોરબી ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2018માં તારીખ 20/7 અને તારીખ 21/7 ની સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ ઝળકયા હતા અને કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
તા. 20/7 ના રોજ યોજાયેલ ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમે સમુહગીત-ઇંદરિયા આરતી અને ગ્રુપ તેમજ તૃતીય ક્રમે સુગમસંગીતમાં શુક્લ હર્ષિત કિશોરભાઇ વિજેતા જાહેર થયેલ . જ્યારે તા. 21/7 ના રોજ પ્રથમ ક્રમે પ્રાચીન ગરબા નૃત્ય અને દ્વિતીય ક્રમે તબલા વાદન માં ઉપાધ્યાય નયન વિજેતા થયા. તે બદલ સર્વે વિજેતાઓ ને શાળા પરીવાર તેમજ સંચાલક ગુરુ કિશોરભાઈ શુકલએ અભિનંદન આપી આગળ જિલ્લા કક્ષા ની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી

