વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું મોરબી જીલ્લામાં આગમન

વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા નું મોરબી જિલ્લા માં ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે પ્રવેશ કરી રહી છે.

રામભક્ત અમર બલીદાનીયો ની શૌર્ય ગાથા યાદ અપાવતી શૌર્ય જાગરણ યાત્રા આવતી કાલ તારીખ:- ૪/૧૦/૨૦૨૩ ને બુધવાર સવારે ૮:૩૦ કલાકે હળવદના ચરાડવા ગામથી આંગળના રૂટ પર પ્રસ્થાન કરશે. જે યાત્રા તા. ૦૪ ના રોજ ચરાડવા થી સવારે ૦૮ : ૩૦ કલાકે પ્રસ્થાન કરશે બાદમાં ગોકુળિયા, જુના દેવળિયા, સુરવદર, ધૂળકોટ, ઘાટીલા પહોંચશે જ્યાં બપોરે ભોજન અને વિરામ કરશે

તેમજ સાંજે ૪ કલાકે માળિયાના વેજલપર, કુંભારિયા, અણીયારી, ખાખરેચી, જેતપર સહિતના ગામોમાં ફરીને જેતપર ગામે રાત્રી ભોજન અને વિરામ રહેશે તેમજ તા. ૦૫ ના રોજ સવારે ૮ કલાકે જેતપરથી પ્રસ્થાન કરીને શાપર, જસમતગઢ, ગાળા, ભરતનગર, નીચી માંડલ, ઉંચી માંડલ, ઘૂટું અને મહેન્દ્રનગર સહિતના ગામોથી થઈને મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે પહોંચશે

Comments
Loading...
WhatsApp chat