હરીપર નજીક ૫૦ ઘેટાના મોતથી અરેરાટી, માલધારીનું પણ મોત
સવારે સર્જાયેલા અકસ્માતમાં નિર્દોષ પશુઓનો લેવાયો ભોગ



બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના અંજાર ગામના હીરાપરના વતની રાણાભાઇ નામના માલધારી આજે પોતાના માલઢોર લઈને માળિયા હાઈવે પરના હરીપર નજીક થી જતા હોય ત્યારે વહેલી સવારના સુમારે પુરપાટ આવતા ટ્રેલરના ચાલકે ઘેટાના ટોળામાં ટ્રેલર ઘુસાડી દીધું હતું જેને પગલે સર્જાયેલા અકસ્માતમાં માલધારી રાણાભાઇ તેમજ ૫૦ ઘેટાના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા તેમજ ૨૬ જેટલા ઘેટા ઘાયલ થયા હતા. અકસ્માતમાં ટ્રેલરના ચાલકને પણ ઈજા પહોંચી હોવાથી તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો હોવાનું તપાસ ચલાવતા માળિયા પોલીસના પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું. માળિયા પોલીસે અકસ્માતના બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.