માળિયાના સુલતાનપુર, અણીયારી ચોકડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો 

 

મોરબી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે જોકે હજુ મેઘરાજા મન મુકીને વરસ્યા ના હોય ત્યારે આજે જેતપર, અણીયારી ચોકડી અને માળિયા તાલુકાના ગામડાઓમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

માળિયા તાલુકાના સુલતાનપુર, ખાખરેચી, જુના ઘાટીલા સહિતના ગામો તેમજ અણીયારી ચોકડી, જેતપર સહિતના પંથકમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું ધોધમાર વરસાદી ઝાપટું વરસતા ગરમીથી રાહત જોવા મળી હતી તો માળિયા પંથકના ખેડૂતો વાવણીલાયક વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને મેઘરાજા મન મુકીને વરસે તેવી આશા સાથે ખેડૂતો પ્રાર્થના કરી રહયા છે

Comments
Loading...
WhatsApp chat