


ટંકારા તાલુકાના બંગાવડી ગામ જવા માટે રાજાશાહી વખતનો ટંકારાથી નેસડા,દેવળિયા અને બંગાવડી સુધીનો રસ્તો બિસ્માર હોય તેના પર ડામર રોડ બનવવા અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી.સાંસદ મોહન કુંડારિયા તથા ધારાસભ્ય બાવનજી મેતલિયા પાસે ગ્રામજનો દ્વારા રજુઅતો થતા તેમણે આ રોડને નોન પ્લાન માંથી પ્લાનીગ ફેરવીને આશરે એકાદ એકાદ કરોડના ખર્ચે ડામર રોડ મંજુર કરવામાં આવ્યો છે.આ રોડ મંજુર થતા સરપંચ શોભનાબેન દેત્રોજા અને અગ્રણી નાનજીભાઈ એ ધારાસભ્ય તથા સાંસદ સભ્યને બંગાવડીનો પ્રસન ઉકેલવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.