Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાં સાડા છ કિલો ગાંજા સાથે ઝડપાયેલા વૃદ્ધ આરોપીના રિમાન્ડ મંજુર

આરોપીને કોર્ટમાં રજુ કરતા ૫ દિવસના રિમાન્ડ પર સોપાયો

 

વાંકાનેર પંથકમાં નશીલા દ્રવ્યો માટે કુખ્યાત બની ગયું હોય તેમ ગાંજા જેવા માદ્ર્ક દ્રવ્યોની હેરાફેરી મોટાપાયે જોવા મળે છે જેમાં રવિવારે પોલીસે માર્કેટ ચોકના રહેણાંક મકાનમાંથી એક વૃદ્ધને સાડા છ કિલોના જથ્થા સાથે ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૫ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે

વાંકાનેર સીટી પોલીસ અને એસઓજી ટીમે બાતમીને આધારે માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક પાસેની શેરીમાં રહેતા ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુભાઇ ત્રિભોવનભાઈ જોબનપુત્રા (ઉ.વ.65) ના રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગાંજો 6.5 કિલો કિંમત રૂ 65,000 મળી આવતા પોલીસે ગાંજો અને અન્ય મુદ્દામાલ કિંમત રૂ 3100 મળીને કુલ રૂ 68,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આજે આરોપીને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટે આરોપીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે

 

મેસરિયા ગાંજા પ્રકરણમાં રિમાન્ડ પૂર્ણ થતા ત્રણ ઈસમો જેલહવાલે

વાંકાનેરના મેસરિયા નજીક રીક્ષામાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓ જાદવ ઉર્ફે ભીમા રામા મુંધવા, રાજુ રતનભાઈ શર્મા અને બળદેવ વિરમભાઇ ગમારા એમ ત્રણ આરોપીને ઝડપી લઈને કોર્ટમાંથી આરોપીના તા. ૧૦ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આજે આરોપીઓને કોર્ટમાં રજુ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat