


રોજગાર વિનિમય કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અને જિલ્લા ઉદ્યોગકેન્દ્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ના રોજ બપોરના ૧૨:૩૦ કલાકે વી. સી. ટેકનિકલ હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, મોરબી ખાતે મુખ્યમંત્રી એપ્રેંટીસશીપ યોજના અન્વયે “એપ્રેંટીશ ભરતી મેળા” નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ૧૪થી ૪૫ વર્ષની ઉમર ધરાવતા અને આઇટીઆઇ/ ડીપ્લોમા/ ડીગ્રી અને ધો.૮ થી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ ટ્રેઈની તરીકે પસંદગી કરવા માટે અગ્રગણ્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ નગરપાલીકાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને પસંદગીની કાર્યવાહી કરશે જેથી એપ્રેન્ટીસશીપ તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો,સ્કુલ લીવીંગ સર્ટી. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇજ્ના ફોટોગ્રાફ વગેરે (અસલ અને નકલો) સાથે,( તેમજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો વાલી સાથે,)સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નહી નોંધાવેલ ઉમેદવારો પણ ઉપસ્થિત રહી શકશે.
એપ્રેન્ટીસશીપ તાલીમ વિનામુલ્યે હોય છે અને પ્રતિમાસ સરકારના નિયમોનુસાર સ્ટાઇપેન્ડ અને રજાના લાભો મળવાપાત્ર છે.તેમજ તાલીમ પુર્ણ થયે અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં સફળ થનાર ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેવુ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રા મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

