મોરબીમાં તા. ૧૧ સપ્ટેમ્બરે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ રોજગાર વિનિમય કચેરી, મોરબી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મોરબીના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે તા. ૧૧ ના રોજ સવારના ૧૧.૦0 કલાકે યુ. એન..મહેતા કોલેજ, નજર બાગ સામે, મોરબી ખાતે “એપ્રેન્ટીસશીપ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે

જેમાં ૧૪ થી ૪૫ વર્ષની ઉંમર ધરાવતા અને આઇટીઆઇ / ડીપ્લોમા/ ડીગ્રી અને ધો. ૮ થી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ ટ્રેઇની તરીકે પસંદગી કરવા માટે અગ્રગણ્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને પસંદગીની કાર્યવાહી કરશે, જેથી એપ્રેન્ટીસશીપ તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, સ્કુલ લીવીંગ સર્ટી.આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇજ્ના ફોટોગ્રાફ વગેરે (અસલ અને નકલો) સાથે, (તેમજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો વાલી સાથે,) સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નહી નોંધાવેલ ઉમેદવારો અને અગાઉથી વેકેંસી જાહેર નહી કરેલ નોકરીદાતાઓ પણ ઉપસ્થિત રહી શકશે.

એપ્રેન્ટીસશીપ તાલીમ વિનામુલ્યે છે અને પ્રતિમાસ સરકારના નિયમોનુસાર સ્ટાઇપેન્ડ અને રજાના લાભો મળવાપાત્ર છે. તાલીમ પુર્ણ થયે અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં સફળ થનાર ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. વધુ વિગત માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક સાધવો. તેમ રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રા મોરબીની યાદીમાં જણાવેલ છે.

Comments
Loading...
WhatsApp chat