Billboard ad 1150*250

હળવદમાં ગળાડૂબ પાણીમાં કામગીરી કરનાર પીજીવીસીએલના કર્મચારીની ઠેર ઠેર સરાહના

0 74
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદ પી.જી.વી.સી.એલ ના કર્મચારી નવનીતભાઈ રાઠોડ એ ગળાડૂબ પાણી માં ઉતરી અને વીજ વાયર પાણી ની બહાર કાઢી અને પુનઃ વીજ પુરવઠો ચાલુ કર્યો હતો

Post ad 2

હળવદમાં ખૂબ જ વરસાદ પડયો જેના લીધે અનેક વીજ પોલ અને વીજ વાયર જમીન ધ્વસ્ત થયા હતા જેથી હળવદની અંદર વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે હળવદ શહેરમાં આવેલ શ્રી બાપાસીતારામ ની મઢુલી પાસે આવેલ નાના તળાવના પાણીમાં હાઇવે અર્બન ફીડર નો H.T Wire ભારે પવનના કારણે તૂટી ગયેલ હતો અને તલાવડીના પાણીમાં ડૂબી ગયેલ હોઈ ત્યારે હળવદ ટાઉન સબ ડિવિઝનના લાઇનમેન નવનીતભાઈ રાઠોડ દ્વારા જીવના જોખમે ગળાડૂબ પાણી ભરેલી તલાવડીમાં જઇને  વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો

        ત્યારે નવનીતભાઈ ને આ સરાહનીય કાર્ય સાહસ ભરી રીતે કરવા બદલ પી.જી.વી.સી.એલ ના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને હળવદ ના નગરજનો એ તેમની આ પ્રામાણિક કામગીરીને સોશિયલ મીડિયામાં અને રૂબરૂ મળીને બિરદાવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat