ટંકારા બાર એસોસીએશનના સ્થાપક પ્રમુખ સંજયભાઈ ભાગિયાની નોટરી તરીકે વરણી

 

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા બાર એસોસિએશનના સ્થાપક પ્રમુખ સંજયભાઈ ભાગિયાની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે

યુવા એડવોકેટ સંજયભાઈ ભાગિયાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સહકારી ક્ષેત્રમાં અગ્રેસર છે તેઓ રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર, શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના મંત્રી, એમ આર બી એજ્યુકેશન ટ્રસ્ટના મીતાણાના પ્રમુખ, શ્રી ટંકારા પીપલ શરાફી મંડળી ટંકારાના ચેરમેન, શ્રી મોરબી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (સરકાર નિયુક્તિ) ના સભ્ય, ટંકારા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અને ટંકારા બાર એસોસિએશનના સ્થાપક પ્રમુખ છે.

સંજયભાઈ ભીખાભાઈ ભાગિયાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે ટંકારા બાર એસોસિયેશનના પ્રમુખ અલ્પેશભાઈ દલસાણીયા, ઉપપ્રમુખ રાહુલભાઇ ડાંગર, ભુતપૂર્વ પ્રમુખ આર.જી.ભાગીયાં, પરેશભાઈ ઉજરિયાં, મુકેશભાઇ બારૈયા, અમિતભાઈ જાની, અરવિંદભાઇ છત્રોલા, અતુલભાઈ ત્રિવેદી સહિતના વકિલો તથા સીવીલ કોર્ટે સ્ટાફ, સબ રજીસ્ટાર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat