મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ પદે પ્રવીણભાઈ મારવાણીયાની નિયુક્તિ


મોરબી પેપર મીલ એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી જેમાં નવા પ્રમુખ તરીકે પ્રવિણભાઇ મારવાણીયા (સોહમ પેપર મીલ) ની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. પેપરમિલ એસોસિએશનના પ્રમુખ પદે પ્રવિણભાઈની વરણી થતા શુભેચ્છકો તેમના પર અભિનંદનનો ધોધ વરસાવી રહ્યા છે. અગાઉ પેપરમિલ ઉદ્યોગના અગ્રણી કિરીટભાઈ ફૂલતરીયાએ સાત વર્ષ સુધી એસોના પ્રમુખ તરીકે સેવાઓ આપીને પેપરમિલ ઉદ્યોગના અનેક પ્રશ્નોના ઉકેલ લાવ્યા છે અને મોરબીનો પેપરમિલ ઉદ્યોગ સારો એવો વિકાસ પામ્યો છે ત્યારે હવે નવા પ્રમુખ તરીકે પ્રવીણભાઈ મારવાણીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ત્યારે પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાએ તેમને અભિનંદન પાઠવી તેમજ પેપરમિલ ઉદ્યોગને વિકાસની ઉંચાઈ પર લઇ જવા માટે હમેશા કાર્યરત રહેવા શુભકામનાઓ પાઠવી છે.