મોરબીના યુવા રિપોર્ટરની સેવાભાવી સંસ્થાના પ્રમુખ તરીકે વરણી
મોરબી જીલ્લા પ્રમુખ તરીકે વરણી થતા શુભેચ્છાનો ધોધ



મોરબીના યુવા રિપોર્ટર ચંદ્રેશભાઈ ઓધવિયાની માનવ કલ્યાણ મંડળ ગુજરાત સંસ્થામાં મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે તેના મિત્ર વર્તુળમાં આનંદની લાગણી છવાઈ છે.
મોરબીમાં જીએસટીવીના રિપોર્ટર તરીકે ફરજ બજાવતા ચંદ્રેશભાઈ ઓધવીયા અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે તો તાજેતરમાં માનવ કલ્યાણ મંડળ ગુજરાત નામની સંસ્થામાં મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે તેમને જવાબદારી સોપવામાં આવી છે જે સંસ્થા દ્વારા બુધવારે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો
તો ચંદ્રેશભાઈ ઓઘવીયાને સેવાભાવી સંસ્થામાં જીલ્લા પ્રમુખ તરીકે જવાબદારી મળતા તેમના પરિવાર, મિત્ર વર્તુળ દ્વારા તેમના પર શુભેચ્છાઓનો વરસાદ કરવામાં આવી રહ્યો છે અને તેઓ સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે