મોરબીમાં ચુંટણીનું કાઉન્ટડાઉન શરુ, આદર્શ આચારસંહિતા આજથી લાગુ

રાજ્યમાં વિધાનસભા ચુંટણીઓ બે તબક્કામાં યોજાવાની છે ત્યારે મોરબી જીલ્લાની મોરબી-માળિયા, વાંકાનેર-કુવાડવા અને ટંકારા-પડધરી બેઠક માટે પ્રથમ તબક્કામાં એટલે કે તા. ૦૯ ડીસેમ્બરના રોજ મતદાન થશે. તા. ૧૪-૧૧ ના રોજ ચુંટણી અંગેનું જાહેરનામું ગેઝેટમાં પ્રસિદ્ધ કર્યા બાદ તા. ૨૧-૧૧ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે જેની તા. ૨૨ ના રોજ ચકાસણી બાદ તા. ૨૪-૧૧ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તા. ૦૯-૧૨ ના રોજ મતદાન અને તા. ૧૮-૧૨ ના રોજ મત ગણતરી કરવામાં આવનાર છે. મોરબી જીલ્લા ચુંટણી અધિકારી અને જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લાની ત્રણ બેઠકોમાં ૩,૭૬,૯૬૮ પુરુષ અને ૩,૪૫,૬૨૧ મળીને કુલ ૭,૨૨,૫૮૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વિધાનસભા ૬૫ મોરબી-માળિયા બેઠકમાં કુલ ૨૮૨ મતદાન મથકો, વિધાનસભા ૬૬ ટંકારા-પડધરીમાં કુલ ૨૮૯ મતદાન મથકો અને વિધાનસભા ૬૭ વાંકાનેર-કુવાડવા બેઠક માટે ૩૦૯ મળીને કુલ ૮૮૦ મતદાન મથકો પર મતદાન કરાશે. તે ઉપરાંત મોરબી જીલ્લાની તમામ ત્રણ બેઠકો પર એક એક સખી મતદાન મથકો પણ કાર્યરત રહેશે તેવી માહિતી આજે પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

* વિધાનસભા ચુંટણીની રસપ્રદ માહિતી :

ત્રણ વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં તા. ૦૯ ડિસેમ્બરે મતદાન
મોરબી જીલ્લામાં નવ ફ્લાઈંગ સ્કવોડ અને નવ એસએસટી સ્કવોડ થશે તૈનાત
મોરબી જીલ્લાની ત્રણ બેઠકો માટે કુલ ૮૮૦ મતદાન મથકોમાં થશે મતદાન
ત્રણ બેઠકો પર ૩,૭૬,૯૬૮ પુરુષ અને ૩,૪૫,૬૨૧ મહિલા મતદારો મળી કુલ ૭,૨૨,૫૮૯ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
મોરબી જીલ્લાના એક્ઝીટ પોઈન્ટ પર હાલ આઠ ચેકપોસ્ટ, આગામી દિવસોમાં ૧૫ ચેકપોસ્ટ થશે કાર્યરત
મોરબીમાં પ્રવેશનાર, બહાર જનાર વાહનોના સઘન ચેકિંગ, રોકડ હેરફેર પર ચાપતી નજર રખાશે.
આચારસંહિતા લાગુ પડતા નવી જાહેરાતો નવા કામો થશે સ્થગિત
આદર્શ આચારસંહિતાનો કરાશે ચુસ્તતાથી અમલ : જીલ્લા ચુંટણી અધિકરી
તા. ૧૮ ડીસેમ્બરના રોજ મતગણતરી સાથે પરિણામો જાહેર કરાશે.

Comments
Loading...
WhatsApp chat