Billboard ad 1150*250

ટંકારામાં કપાસના પાક્વીમાં, સૌની યોજનામાંથી ડેમો ભરવા આવેદન

0 75
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ટંકારા તાલુકા સરપંચ એસોસીએશને આવેદન પાઠવ્યું

Post ad 2

        ટંકારા તાલુકાના ખેડૂતોને ગત વર્ષનો કપાસનો પાકવીમો તેમજ સૌની યોજનામાંથી ડેમો ભરવાની માંગ સાથે ટંકારા તાલુકા સરપંચ એસો દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે

        ટંકારા તાલુકા સરપંચ એસો દ્વારા મામલતદાર મારફત રાજ્યના કૃષિ મંત્રી, પંચાયત મંત્રી અને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે ગત વર્ષ ૨૦૧૮-૧૯ ચોમાસાની ઋતુ દરમિયાન નહીવત વરસાદ થયો હતો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ સહિતના પાકો નિષ્ફળ ગયા છે જેથી વર્ષ ૨૦૧૮-૧૯ નો કપાસનો પાકવીમો સરકાર ઝડપથી ચુકવે તેવી માંગ કરી છે તેમજ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ થયા બાદ બીજો વરસાદ ૪૦ દિવસના અંતરે પડેલ જે વાવેતર કરેલ તે નિષ્ફળ ગયું છે તો સૌની યોજના દ્વારા ટંકારા તાલુકાના ડેમો ભરવામાં આવે જેથી ખેડૂતોના ખેતરમાં વાવેલ પાક બચી સકે

        ટંકારા તાલુકાના ડેમો તથા તળાવો અને નદી ખાલી હોય તથા ખેડૂતોના ખેતરમાં કુવાઓ પણ ખાલી હોય પિયત માટે અન્ય કોઈ સ્ત્રોત ના હોવાથી દુષ્કાળની સ્થિતિ ઉદભવી છે તે ઉપરાંત ઘાસચારાની પણ તંગી છે માલઢોર પશુઓ નિભાવવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી મળતી તમામ સરકારી સહાય આપવાની માંગ કરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat