Billboard ad 1150*250

નર્મદા શ્રમ અને સેવા શિબીરમાં ભાગ લેવા માટે અરજી કરવાની રહેશે

0 49
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત ‘‘નર્મદા શ્રમ અને સેવા શિબીર’’ ૨૦૧૯-૨૦ ના નાણાકીય વર્ષમાં કેવડીયા કોલોની,જિ. નર્મદા ખાતે યોજવામાં આવનાર છે. વિશ્વની મોટામા મોટી સિંચાઇ યોજના અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના વિકાસ કાર્યક્રમમાં રાજયના યુવાનો પોતાની શક્તિઓનું શ્રમદાન કરે અને પોતાની શકિતઓનો સદ ઉપયોગ કરે તે રાજયના અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનો ફાળો  પ્રદાન કરે તેવા શુભ આશયથી આ શ્રમ-સેવા શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી ચર્ચા સભા, પ્રવચન વિગેરે કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

            યુવક – યુવતીઓ કે જેઓ તા. ૩૧/૦૭/૨૦૧૯ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા અને આ શ્રમ કાર્યમાં જોડાવવા માંગતા હોય તેઓએ અરજી તા. ૩૦/૦૯/૨૦૧૯ સુધીમાં ‘‘જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન, રૂમ .નં ૨૧૭ બીજે માળ રાજપીપળા જિ. નર્મદા ને મોકલી આપવા જણાવવામાં આવે છે. જેમાં પુરૂ નામ/સરનામું  (આધાર કાર્ડ/ ચૂંટણી મતદાતા ઓળખકાર્ડ/ રાજય કેન્દ્ર સરકાર, શાળા કોલેજ કે યુનિવર્સિટી દ્વારા અપાયેલ ફોટો સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ રહેઠાણ પુરાવા તરીકે રેશનકાર્ડ,લાઇટબીલ, ગેસબીલ, ટેલીફોન બીલ, પ્રમાણીત નકલ સામેલ કરવી, જન્મ તારીખ (જન્મ તારીખના પ્રમાણપત્ર/ શાળા છોડયા પ્રમણપત્રની નકલ બિનચુક સામેલ કરવી) શૈક્ષણિક લાયકાત /  વ્યવસાય,  પર્વતારોહણ,  એન.સી.સી/ એન.એસ.એસ. કે સ્કાઉટ ગાઇડ હોમ ગાર્ડ જેવી પ્રવૃતિઓની શિબિરમાં તથા રમત ગમત પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, વાલીનો સંમતી પત્ર, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં આવે છે.

            અધુરી વિગતો વાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી પસંદગી પામેલ શિબીરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે. તેમજ તેમના આવવા – જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન/નિવાસ ખર્ચની વ્યવસ્થા સરકારશ્રી તરફથી કરવામાં આવશે, તેમ જિલ્લા વિકાસ યુવા અધિકારી મોરબી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat