મનોરંજન રાઇડ્સ માટે જુના નિયમો યથાવત રાખવાની માંગ સાથે કલેકટરને આવેદન…




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
રાજ્ય સરકાર ના PWD – યાંત્રિક વિભાગ દ્વારા મનોરંજન રાઇડ્સ માટે નવા નિયમો જાહેર કરેલ છે. તે ટેમ્પરરી મેળામાં અનુસરવા અશક્ય છે. જે અંગે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોના હોદેદારોએ કલેકટરને આવેદન પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે
આવેદનમાં એસોસીએશન દ્વારા જણાવ્યું છે કે PWD ના યાંત્રિક વિભાગમાં નવા નિયમો કાયમી પાર્ક માટે બરાબર છે. કારણ કે તેઓને વાર્ષિક ફિટનેશ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે. પરંતુ પાંચ, દસ કે વીસ દિવસ ના ટેમ્પરી મેળા માટે આ નવા નિયમો ને અનુસરવા અશક્ય છે. તેથી ટેમ્પરી મેળા માટે જુના નિયમ યથાવત રાખવા અને ગાંધીનગર ખાતે થી માહિતી મેળવેલ છે કે PWD – યાંત્રિક વિભાગના નવા નિયમો ને સરકાર દ્વારા કોઈજ પ્રકારનો ઠરાવ થયેલ નથી. જે બાબતે મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી ગૃહવિભાગના મંત્રીને મનોરંજન રાઇડ્સ માટે જુના નિયમો યથાવત રાખવા માંગણી કરેલ છે.



