Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સિરામિક એસો દ્વારા ગેસનો ભાવવધારો પરત ખેંચવાની માંગ સાથે આવેદન

સિરામિક એસોના હોદેદારોએ આપ્યું કલેકટરને આવેદન

મોરબી સિરામિક ઉદ્યોગના વપરાતા નેચરલ ગેસના ભાવોમાં અસહ્ય વધારો ઝીંકી દેવામાં આવ્યો હોય જેથી સિરામિક ઉદ્યોગમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ ભાવ વધારો પરત લેવાની માંગ સાથે આજે મોરબી સિરામિક એસોના હોદેદારોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું

મોરબી સિરામિક એસો દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા વપરાતા ગેસના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ૪૪ ટકા ભાવવધારો કરવામાં આવ્યો છે તા. ૧૬-૧૦-૧૭ માં ટેક્સ સાથે ૨૭.૮૮ પૈસા થતા હતા જે ૧૬-૧૦-૧૮ ના ટેક્સ સાથે નવા ભાવ ૪૦.૨૭ થાય છે ગુજરાત ગેસ દ્વારા અચાનક ભાવ વધારો કરીને મોરબી સિરામિક ઉદ્યોગને મૃતપાય થઇ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ભાવ વધારાથી ઉધ્યોગ્કારોના નાણાકીય વ્યવહારો ખોરવાય જશે અને જીએસટી, ગેસ બીલ તથા પાવર બીલ ભરવામાં મુશ્કેલી પડશે

વધુમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના સમાંહર્તા તરીકે ધ્યાન દોરીએ છીએ કે આવી પરિસ્થિતિમાં ઉદ્યોગો બંધ થવાને આરે છે અને જેના લીધે જીલ્લામાં બેરોજગારી વધશે અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ વણસી સકે છે જેથી ગેસના ભાવવધારા બાબતે સરકારના ધ્યાન હેઠળ લાવી ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે

મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશ ઉધરેજા, નીલેશ જેતપરિયા, કિશોર ભાલોડીયા અને કિરીટ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને કલેકટરને આવેદન પાઠવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat