


મોરબી પંથકમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદને પગલે ખેડૂતોની સ્થિતિ દયનીય બની હોય તેમજ ગત વર્ષનો કપાસ અને મગફળીનો પાકવીમો પણ મંજુર થયો ના હોય જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ વચ્ચે ધારાસભ્ય અને કોંગ્રેસ આગેવાનોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે
મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કે.ડી. પડસુંબીયા, કોંગ્રેસ અગ્રણી દેવજીભાઈ પરેચા, મુકેશભાઈ ગામી સહિતના અગ્રણીઓએ ખેડૂતોને સાથે રાખીને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે મોરબી પંથકના જે તે ગામોને પાક્વીમાંમાં થયેલ અન્યાય નિવારી પુનઃ વિચારણા કરવી, મચ્છુ ૩ ડેમમાંથી નારણકા, દેરાળા-મેઘપર અને નવાગામના ખેડૂતોને પાણી આપવું, મોરબી પંથકના ખેડૂતોના દેવા માફ કરવા,
મોરબી માળિયા વિસ્તારમાં નર્મદાની જે પાઈપલાઈન સિંચાઈ માટે વહન થાય છે તે મોરબી બ્રાંચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ, અને માળિયા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને ખરીફ પાક માટે પુરતું સિંચાઈનું પાણી મળી રહે તેવા પગલા ભરવા, મોરબી તાલુકાના ઝીકીયારી, ચકમપર અને જીવાપરમાં સિંચાઈનું નર્મદાનું પાણી આપવું, નર્મદા મોરબી બ્રાંચ કેનાલમાંથી મચ્છુ ૨ ડેમ ભરી દેવામાં આવ્યો છે તે મુજબ ઝીકીયારી પાસેનો ધોડાધ્રોઈ ડેમ પણ સિંચાઈ પીવાના પાણી માટે યુધ્ધના ધોરણે ભરી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે