

હળવદના શક્તિનગર નજીકથી પસાર થતી નર્મદા શાખા પેટા કેનાલનું નાળું બનાવવામાં તંત્ર દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો હોય અને નાળું તાકીદે બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે
નવા વેગડવાવ શ્રીજીનગર ગામના ખેડૂતો દ્વારા મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. અને જણાવ્યું કે ધ્રાંગધ્રા કેનાલશાખા નહેરની પેટા કેનાલ નં માલણીયાદ D-17 કેનાલ શક્તિનગર ગામ પાસે પસાર થતી હોય ત્યાં. રેલવે નું નાળાનું કામ છેલ્લા 8 વર્ષો થી બંધ હોય તેનો કોન્ટ્રાક્ટ અપાઇ ગયો હોય તેમ છતાં તેનું કામ પૂર્ણ કરેલું નથી આથી આજુબાજુના 8 ગામના ખેડૂતો માટે જમીનની સિંચાઇ માટે પાણીની અન્ય કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને નાતે તેમજ ત્યાં બોરવેલમાં પાણી ખુબ જ ખારું હોય પાક લેવામાં મુશ્કેલી ઊભી થઈ છે અને છેલ્લા કેટલાક સમયથી વરસાદ પણ અનિયમિત હોય ખેડૂતોની હાલત ખરાબ થઈ છે
આથી હવે જલ્દી નાળા નું કામ પૂર્ણ કરી ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન તેમજ આત્મવિલોપન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે



