મોરબી જીલ્લા પંચાયતના ૧૬ સદસ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી, તા. ૧૭ મીએ સુનાવણી

તા. ૧૭ ના રોજ સુનાવણી, તમામ સદસ્યોને હાજર રહેવા સુચના

મોરબી જિલ્લા પંચાયતના ૧૬ બાગી સદસ્યોએ પક્ષના વ્હીપનો ઉલાળિયો કરીને પોતાની મનમાની ચલાવી હોય જે મામલે જીલ્લા પંચાયતના કોંગ્રેસના જ સદસ્યે ૧૬ સદસ્યોને ગેરલાયક ઠેરવવા માટેની કરેલી અરજી સંદર્ભે તા. ૧૭ ના રોજ સુનાવણી થશે

મોરબી જીલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય હેમાંગભાઈ રાવલે ગુજરાત રાજ્યના નામોનિર્દિષ્ટ અધિકારીની કચેરીમાં ૧૬ સદસ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કાયદેસર પગલા લેવાની અરજી કરી હતી જે અરજી મામલે આગામી તા. ૧૭ ને બુધવારના રોજ બપોરે ૦૪ : ૩૦ કલાકે ગુજરાત રાજ્યના નામોનીદીષ્ટ અધિકારી કચેરી, ગાંધીનગર ખાતે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કોંગ્રેસના સદસ્યએ કરેલી અરજી મામલે કોંગ્રેસના ૧૬ સદસ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે છે કે પછી મુદત પડી જશે તેના પર સૌ કોઈની નજર મંડરાઈ છે

તો અરજી સંદર્ભે ગુજરાત રાજ્યના નામોનિર્દિષ્ટ અધિકારીની કચેરી દ્વારા નિર્મળાબેન મઠીયા, અમુભાઇ હૂંબલ, શારદાબેન માલકીયા, મનીષાબેન સરાવડીયા, પ્રભુભાઈ વીંઝવાડિયા, હીનાબેન ચાડમિયા, સોનલબેન જાકાસણીયા, જમનાબેન મેઘાણી, કિશોરભાઈ ચીખલીયા, મહેશકુમાર રાજકોટિયા, હરદેવસિંહ જાડેજા, કુલસુમ બાદી, ગીતાબેન દુબરીયા, ધર્મેન્દ્રકુમાર પટેલ, ગુલામ અમી પરાસર અને પિંકુબેનચૌહાણને નોટિસ આપીને તા.૧૭એ સુનવણીમાં હજાર રહેવા જણાવ્યું છે તેમજ હાજર નહિ રહે તો વિવાદ અરજી મામલે કોઈ રજૂઆત કરવાની રહેતી નથી તેમ માનીને પક્ષાંતર ધારાની સંબંધિત જોગવાઈ મુજબ એક પક્ષીય કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા તાકીદ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat