Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ શહેરમાં આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં પણ અરજદારોને આધારકાર્ડ માટે ધક્કા ખાવા પડ્યા

હળવદ શહેરમાં ભાજપના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નિમિતે આજે સીટી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ રાજોધરજી હાઈસ્કૂલ તેમજ ગ્રામ્ય વિસ્તારનો નવા ઘનશ્યામગઢ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં અરજદારોને ધરમ ધક્કો થયો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો

હળવદ શહેરમાં છેલ્લા ૧૨ માસથી ધક્કા ખાવા છતાં આધારકાર્ડ મળતું નથી તેવા ગંભીર આક્ષેપો અહી આવેલા એક અરજદાર ગોપાલભાઈ ગમારાએ કર્યા હતા એટલું જ નહિ સેવા સેતુ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈન ભુલાઈ હતી અને સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે બીજી ઓગસ્ટે સંવેદના દિન ઉજવણીના ભાગરૂપે હળવદ શહેરમા યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ ફારસ સમાન બની ગયો હતો

Comments
Loading...
WhatsApp chat