Billboard ad 1150*250 Billboard ad 1150*250

મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી સંદર્ભે મોરબી જિલ્લામાં વસતા શ્રમિકોને સવેતન રજા આપવા અપીલ

મધ્યપ્રદેશ રાજયના ઉધોગ વિભાગના અધિકારી શ્યામ શર્માની અપીલ.

મધ્યપ્રદેશના વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ઝામ્બુઆ જિલ્લાના જિલ્લા કલેકટર દ્રારા મધ્યપ્રદેશના ઝામ્બુઆ જિલ્લાના મતદારોને તા.૨૮-૧૧-૨૦૧૮ ના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે મધ્યપ્રદેશ રાજયના ઉધોગ વિભાગના અધિકારી શ્યામ શર્માના વળપણ હેઠળ કુલ ૬ વ્યક્તિની ટીમ મોરબી જિલ્લાની મુલાકાતે આાવેલ.

મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયા દ્રારા સીરામીક એસોસીયેશનના હોદેદારો તેમજ જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારીઓને સાથે રાખી મધ્યપ્રદેશ રાજ્યના શ્રમિકો કે જે મધ્યપ્રદેશ રાજયના મતદારો છે અને મોરબી જિલ્લામાં મજુરી અર્થે આવેલા છે તેઓને તા.૨૮-૧૧-૨૦૧૮ ના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા સવેતન રજા આપવામાં આવે તેવુ સિરામિક એસોસીએસનના હોદેદારોને તેમજ જિલ્લા ઉધોગ કેન્દ્રને મધ્યપ્રદેશ રાજયની ટીમ તથા મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ અપીલ કરી હતી.

Comments
Loading...
WhatsApp chat