Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં દાનપુણ્ય કરવા પાલિકાના પદાધિકારીઓની અપીલ

 

મોરબી શહેરમાં રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ અંતર્ગત પાલિકા ટીમે ઝડપી લીધેલ રખડતા પશુઓને પંચાસર રોડ પર નંદી ઘર બનાવી આશ્રય આપવામા આવ્યો છે અને ઉતરાયણ પર્વ નજીક છે ત્યારે મકરસંક્રાતિ નિમિતે મોરબીના સેવાભાવીઓ નંદીઘરમાં દાન પુણ્ય કરે તેવી અપીલ પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે

મકરસંક્રાતિ પર્વે દાન પુણ્યનું અનેરું મહત્વ રહેલું છે જેમાં સેવાભાવીઓ ગૌમાતાને લીલો ચારો ખવડાવી પુણ્ય કમાતા હોય છે જે વર્ષો જૂની પરંપરા છે ત્યારે મોરબીના રહેવાસીઓને મોરબી પાલિકા સંચાલિત નંદી ઘરમાં આશ્રય લઇ રહેલા પશુઓ માટે દાન પુણ્ય કરવા અપીલ કરવામાં આવી છે ત્યારે પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન સુરેશભાઈ દેસાઈ, પ્રભુભાઈ ભૂત સહિતના આગેવાનોએ દાન પુણ્ય માટે અપીલ કરી છે

Comments
Loading...
WhatsApp chat