માળીયાના નાનીબરાર ગામના ઈમામ માટે આર્થિક સહાય ની અપીલ

માળિયા મિયાણા ના નાની બરાર ગામે મસ્જિદના ઇમામના ઘરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. હાલ આ કામ આર્થિક મુશ્કેલીથી અધૂરું પડ્યું છે. ઇમામનું ઘર બનાવવા માટે આર્થિક મદદની જરૂર છે. જેથી ગામના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા દાતાઓને આર્થિક મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.

માળીયા તાલુકાના નાની બરાર ગામમાં સુન્ની મુસ્લિમના દશ કુટુંબ નિવાસ કરે છે. ગામમાં એક મસ્જિદ છે. પરંતુ આ મસ્જિદમાં કોઈ ઇમામ નથી. ગામના યુવાનો જ મસ્જિદમાં અઝાન દે છે. ઇમામને રહેવાની સુવિધા આપવા મસ્જિદની બાજુમાં ઘર બનાવામાં આવી રહ્યું છે.ઉપરાંત ઇમામ માટે મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને માસિક વેતન રૂ.૫૦૦ આપવાનું નક્કી કર્યું છે

મુસ્લિમ સમજે ઇમામના ઘરનું કામ શરૂ તો કરી દીધું છે. પરંતુ આર્થિક મુશ્કેલીના કારણે આ કામ અટકેલું પડ્યું છે.જુમ્માની નમાઝ પઢવા માટે માળીયાના ઇમામને બોલાવવમાં આવે છે.ત્યારે ઇમામના ઘર માટે આર્થિક મદદની જરૂર છે. જે કોઈ દાતા આર્થિક મદદ કરવા ઇચ્છતા હોય તેઓએ દાઉદભાઈ અધામ મો.ન.૯૮૯૮૬૦૬૭૨૯ , હાજી કાસમભાઈ મો.ન.૯૮૨૫૮૦૦૪૩૨ અને દાઉદભાઈ દલવાણી મો.ન.૯૮૯૮૧૮૮૦૪૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat