


મોરબીની નીલકંઠ વિદ્યાલય ખાતે આવતીકાલે સંજય બાપોદરીયા રચિત પતંગિયું કેવું મજાનું બાળ કાવ્યસંગ્રહની વિમોચન વિધિ યોજવામાં આવશે જેમાં શિક્ષણ જગતના અનેક અગ્રણીઓ હાજરી આપશે.
સંજય બાપોદરિયા (સંગી) રચિત પતંગિયું કેવું મજાનું કાવ્યસંગ્રહનું વિમોચન રવિવારે સાંજે ૫ થી ૮ કલાકે નીલકંઠ વિદ્યાલય રવાપર રોડ મોરબી ખાતે યોજાશે જે પ્રસંગે બાળ રોગ નિષ્ણાંત ડો. સતીશ પટેલ, ગઝલકાર કાયમઅલી હઝારી, પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવે, શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ સરડવા, શૈલેશભાઈ સાણજા તેમજ શિક્ષણ જગતના અગ્રણી પી.ડી. કાંજીયા ઉપસ્થિત રહેશે

