હળવદમાં ગૌભક્તિનું અનેરું ઉદાહરણ, સુસવાવમાં ગાયને સમાધિ આપી મંદિર બનાવ્યું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદના સુસવાવ ગામે મૃતક ગાયને સમાધી આપી સૌપ્રથમ શિખર બંધી સૌરાષ્ટ્રનું પ્રથમ ગૌ મંદિર બનાવવામાં આવ્યું .મંદિરનો ધજા રોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી ના હળવદ તાલુકાના સુસવાવ ગામે 2001 માં વાછરડી માંથી ઉંમર વધતા ગાય બનેલી ગૌમાતા એ નાનપણથી જ પોતાના સંસ્કાર થકી ગામના દિલ જીતી લીધા હતા આખું ગામ તેને લાખી કહીને બોલાવતું હતું પાંચ વર્ષના બાળક થી 80 વર્ષ ના વૃદ્ધ પણ લાખી ને ઓળખતા હતા તેની કહાની એવી છે કે આજથી 19 વર્ષ પહેલા આ ગાય માતાની આઠ માસની વાછરડીને કોઈ મછડા ગેંગો ઉઠાવી જતા લાખી નિરાશ થઈ ગઈ હતી અને સુનમુન પડી રહેતી હતી ખોરાક પણ બંધ કરી દીધો હતો વૃદ્ધો ગમે તેવા મીઠાઇ કે ફરસાણ અથવા સાદો ખોરાક આપે પણ લેતી ન હતી છેવટે ઝૂરી ઝૂરીને લાખી નામની ગાય તારીખ 4 10 2014ના રોજ મૃત્યુ પામી હતી લાખી ના મૃત્યુના સમાચાર થી આખું ગામ ભેગુ થયું હતું ગૌ ભક્તો અને ગામલોકો દ્વારા ગાયની વાજતે-ગાજતે પાલખી યાત્રા કાઢી ગામના પાદર માં દશામાંના મંદિરના પ્રાગટ્ય માં ગાય માતાની સમાધી આપી આ જગ્યાએ સમગ્ર ગ્રામજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શિખરબંધી સૌરાષ્ટ્રનું એક માત્ર ગૌ મંદિર સુસવાવ ગામે બંધાવવામાં આવ્યું ગામ લોકોની સાથે મીડિયા પત્રકાર વાતચીત કરતા જાણવા મળ્યું કે ગૌભક્ત અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના અધ્યક્ષ સુરેશભાઈ સોનગરા જણાવ્યું હતું કે ગાયમાતામાં ૩૩ કરોડ દેવતાનો વાસ હોય છે પરંતુ ગાયના મૃત્યુબાદ આ 33 કરોડ દેવતાઓ જાગૃત હોય છે જેથી સમગ્ર ગ્રામજનો અને ગૌ પ્રેમીઓની પ્રેરણાથી આ લાખી નામની ગાયની સમાધિ બાદ તે જગ્યાએ શિખરબંધી ગૌ મંદિર બંધાવવામાં આવ્યુ

Comments
Loading...
WhatsApp chat